ગજેરા કેમ્પસ વિદ્યાસભાના કરાટે ખેલાડીઓ રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં ચમક્યા; સુવર્ણ–રજત–કાંસ્ય પદકોની ઝળહળતી સિદ્ધિ
અમરેલી,21 નવેમ્બર (હિ.સ.) વડોદરા ખાતે ગુજરાત વાડો કરાટે ચેમ્પિયનશીપ–2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અમરેલી જિલ્લામાંથી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા
ગજેરા કેમ્પસ વિદ્યાસભાના કરાટે ખેલાડીઓ રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં ચમક્યા; સુવર્ણ–રજત–કાંસ્ય પદકોની ઝળહળતી સિદ્ધિ


અમરેલી,21 નવેમ્બર (હિ.સ.) વડોદરા ખાતે ગુજરાત વાડો કરાટે ચેમ્પિયનશીપ–2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અમરેલી જિલ્લામાંથી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભાના કરાટે ખેલાડીઓએ ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સુવર્ણ, રજત અને કાંસ્ય પદકો પર કબજો કરતી શાળા તેમજ જિલ્લામાં ગૌરવ ઉમેર્યું છે.

સ્પર્ધામાં ગજેરા કેમ્પસના ખેલાડીઓએ વિવિધ કેટેગરીઝમાં ઉત્તમ પ્રતિભાવ મૂકી નીચે મુજબ પદક જીત્યા હતા:

સુવર્ણ પદક વિજેતાઓ:

- કરેણા ઉરવી

- ચોહાણ શ્રેયા

- પરમાર દેવરાજ

રજત પદક વિજેતાઓ:

- જાદવ સારદા

- કરંગીયા બંશી

- ઝાલા મહેક

- સોલંકી વાંદાના

- સવાલિયા વૃષ્ટિ

- ગમારા હાર્દિક

- બારૈયા પરી

કાંસ્ય પદક વિજેતાઓ:

- પરમાર પહેક

- દવે દિશા

- ગોલાની ઉર્વીશા

એકંદરે ખેલાડીઓની ઝળહળતી સિદ્ધિએ ગજેરા કેમ્પસ અને અમરેલી જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. સંસ્થામાં લાંબા સમયથી બહેનો માટે સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં કરાટે પણ મુખ્ય ભાગરૂપે સામેલ છે. નિયમિત તાલીમ, કોચના માર્ગદર્શન અને ખેલાડીઓની અવિરત મહેનતનું પરિણામ રૂપે આ ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંત ગજેરા, મંત્રી મનસુખ ધાનાણી, મંત્રી ચતુર ખૂંટ, અને કેમ્પસ ડાયરેક્ટર વસંત પેથાણીએ તમામ વિજેતા ખેલાડીઓ અને કોચ વિકુશ ભેડાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ હાંસલ કરવા શુભેચ્છાઓ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande