મહેસાણા અનમોલ વિલા–1 સોસાયટીમાં 80:20 યોજના હેઠળ માર્ગ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત
મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા શહેરની અનમોલ વિલા–1 સોસાયટીમાં રાજ્ય સરકારની 80:20 યોજના અંતર્ગત માર્ગ વિકાસ કાર્યનું આજે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ યોજનાથી સોસાયટીના રહેવાસીઓને આવન–જાવનમાં વધુ સુગમતા મળશે તેમજ વિસ્તારમાં આધુનિક સુવિધા
મહેસાણા અનમોલ વિલા–1 સોસાયટીમાં 80:20 યોજના હેઠળ માર્ગ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત


મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા શહેરની અનમોલ વિલા–1 સોસાયટીમાં રાજ્ય સરકારની 80:20 યોજના અંતર્ગત માર્ગ વિકાસ કાર્યનું આજે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ યોજનાથી સોસાયટીના રહેવાસીઓને આવન–જાવનમાં વધુ સુગમતા મળશે તેમજ વિસ્તારમાં આધુનિક સુવિધાઓનો વિકાસ ઝડપશે. સ્થાનિક લોકોએ લાંબા સમયથી માંગણી કરેલા આ માર્ગના નિર્માણથી પરિવહન સુવિધાઓમાં મોટા ફેરફાર આવવાની આશા વ્યક્ત કરી છે.

કાર્યક્રમ સમયે ધારાસભ્ય મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે સરકારના સહકારથી લોકોના હિતના વિકાસ કાર્યો સતત આગળ વધતા રહે તે સરકારની અને તેમની બંનેની પ્રતિબદ્ધતા છે. શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ આપવા માટે આવા કામો અત્યંત મહત્વપૂર્ણ હોવાનું પણ તેમણે ઉમેર્યું. આ વિકાસ કાર્યને સાકાર બનાવવા માટે સહયોગ આપનાર તમામ રહેવાસીઓ, સમાજજનો અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ માર્ગ વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી વિસ્તારને નવી ઓળખ મળશે અને જીવનમાનમાં ગુણાત્મક સુધારો થશે એવી આશા વ્યક્ત થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande