
મહેસાણા,21 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાની મહત્વપૂર્ણ બેઠક આજે મહેસાણા જિલ્લા BJP કાર્યાલય શ્રી કમલમ્ ખાતે મળી હતી. બેઠકમાં મોરચાના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકનું મુખ્ય કેન્દ્રબિંદુ આવનારી સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, કાર્યક્રમોની રૂપરેખા અને મોરચાના સશક્તિકરણ વિશે ચર્ચા કરવાનું રહ્યું.
મોરચાના આગેવાનોએ આવનારા મહિનાઓ માટેની ચૂંટણી પ્રસારણ કામગીરી, બૂથ સ્તર સુધીની સજ્જતા, જનસંપર્ક અભિયાન અને સમાજના લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજના યુવાનો, મહિલાઓ અને નબળા વર્ગોના લોકો સુધી વિકાસલક્ષી યોજનાઓનો લાભ પહોંચે તે માટે વિશેષ અભિયાન ચલાવવા વિચારણા થઈ.
બેઠકમાં પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવા, નવા કાર્યકર્તાઓને જોડવા અને ગામડાઓમાં મોરચાની સક્રિયતા વધારવા માટે આગેવાનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. અંતે બેઠક સફળ સહભાગિતાની સાથે પૂર્ણ થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR