જામનગરમાં રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન : તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
જામનગર,21 નવેમ્બર (હિ.સ.) ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનડીએમએ) દ્વારા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આપવામાં આવેલી સૂચનાના પગલે જામનગર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આજે મોટી ખાવડી નજીક આવેલી રિલાયન્સ રિફાઈનરીમાં રાષ્ટ્રીયકક્ષાન
મોકડ્રિલ


જામનગર,21 નવેમ્બર (હિ.સ.) ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનડીએમએ) દ્વારા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આપવામાં આવેલી સૂચનાના પગલે જામનગર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આજે મોટી ખાવડી નજીક આવેલી રિલાયન્સ રિફાઈનરીમાં રાષ્ટ્રીયકક્ષાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ટેન્કમાં આગ ભભૂકવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની સતર્કતા ચકાસવામાં આવી હતી. જિલ્લા કલેકટર કેતન ઠકકર તેમજ દિલ્હીથી આવેલા એનડીએમએના અધિકારી આદિત્યકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મોકડ્રીલ યોજવામાં આવી હતી.

આજે સવારે મોકડ્રીલના ભાગરૂપે જામનગરની જી.જી. હોસ્પિટલમાં અંદાજે ૧૦૦ જેટલા દર્દીઓને એક સાથે સારવાર માટે ખસેડવામાં આવે તો કોઈ અંધાધૂંધી ન પ્રવર્તે અને સુચારૂ રીતે તમામને સારવાર મળી શકે તે અંગે મોકડ્રીલ કરાઈ હતી. રિલાયન્સ ઉપરાંત નયારા કંપનીમાં પણ આપાતકાલિન પરિસ્થિતિમાં કરવાની રહેતી કામગીરીનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande