પીએમ કિસાન સન્માન નિધિ : 21મો હપ્તો રિલીઝ થતાં જામનગર જિલ્લાના 99,314 ખેડૂતોને રૂ.19 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ
જામનગર, 21 નવેમ્બર (હિ.સ.) : કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કોઈમ્બતુર, તામિલનાડુ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો દેશભરના ખેડૂતો માટે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે
ખેડૂત


જામનગર, 21 નવેમ્બર (હિ.સ.) : કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કોઈમ્બતુર, તામિલનાડુ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો દેશભરના ખેડૂતો માટે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ટાઉન હોલ, સેક્ટર-૧૭ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજ્યભરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, એપીએમસી, પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો અને ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો નિહાળી શકે તે માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગરૂપે, જામનગર જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા લાલપુર તાલુકાના સિંગજ ગામે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક ખેડૂતોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ ઉપરાંત, જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતો અને સહકારી મંડળીઓ ખાતે પણ બહોળી સંખ્યામાં ખેડૂતોએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને સરકારી યોજના પ્રત્યે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

આ ૨૧મા હપ્તાના વિતરણના ભાગરૂપે જામનગર જિલ્લાના કુલ ૯૯,૩૧૪ ખેડૂતોને સીધો લાભ મળ્યો હતો. ખેડૂતોના બેંક ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૯ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે. સરકારની આ સમયસરની નાણાકીય સહાય ખેડૂતોને ખેતી ખર્ચમાં રાહત આપવામાં અને તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઇ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande