

પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુચન અને રાજ્ય સરકારની પ્રગતિશીલ નીતિઓ અંતર્ગત કમોસમી વરસાદ બાદ જિલ્લાભરમાં અસરગ્રસ્ત માર્ગોની ઝડપી મરામત અને નવીનીકરણની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે. તેના અનુસંધાનમાં પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા પાલખડા–ખોડિયાર મંદિર વિસાવાડા રોડના ક્ષતિગ્રસ્ત ભાગોનું નિરીક્ષણ કરીને ત્વરિત સમારકામ કરવામાં આવ્યું છે.
આ કામગીરી પૂર્ણ થતા ગ્રામ્ય વિસ્તારોમાં આવન–જાવનમાં સુવિધા વધવા ઉપરાંત સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીવર્ગ તથા દરરોજ આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને વિશેષ રાહત મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya