વિસનગર–ભાલક–ત્રાંસવાડ રોડ પર માર્ગ સુધારણા કામથી વાહનવ્યવહારમાં સુધારો
મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) મહેસાણા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે રીસરફેસીંગ, વાઈડનીંગ તથા નવીનીકરણના કાર્યો તબક્કાવાર હાથ ધરવામાં આવી રહ્યા છે. નાગરિકોને સુરક્ષિત, સરળ અને ઝડપી વાહન વ્યવહાર ઉપ
વિસનગર–ભાલક–ત્રાંસવાડ રોડ પર માર્ગ સુધારણા કામથી વાહનવ્યવહારમાં સુધારો


વિસનગર–ભાલક–ત્રાંસવાડ રોડ પર માર્ગ સુધારણા કામથી વાહનવ્યવહારમાં સુધારો


મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) મહેસાણા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે રીસરફેસીંગ, વાઈડનીંગ તથા નવીનીકરણના કાર્યો તબક્કાવાર હાથ ધરવામાં આવી રહ્યા છે. નાગરિકોને સુરક્ષિત, સરળ અને ઝડપી વાહન વ્યવહાર ઉપલબ્ધ થાય તે મુખ્ય હેતુથી વિભાગ સતત માર્ગ વિકાસ તરફ વિશેષ ધ્યાન આપી રહ્યું છે.આ હેતુસર વિસનગર તાલુકામાં આવેલ વિસનગર–ભાલક–ત્રાંસવાડ રોડ પર રીસરફેસીંગ તેમજ મજબુતીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગના પહોળા કરવાની કામગીરીથી રોજિંદી મુસાફરી વધુ સુગમ બનશે અને વાહન વ્યવહાર દરમિયાન ઊભી થતી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.નવી સપાટી, મજબૂત બેેસ અને વધારેલી માર્ગ પહોળાઈ સાથે આ માર્ગ હવે વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનશે. ખાસ કરીને શાળા–કોલેજ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો, દૈનિક મુસાફરો તેમજ વ્યવસાયિક પરિવહન માટે આ માર્ગનો ઉપયોગ કરતી વાહનચાલકોને તેનો સીધો લાભ મળશે.માર્ગ સુધારણા કામગીરીના પૂર્ણ થવાથી વિસ્તારમાં વિકાસને પણ વેગ મળશે તેમજ નાગરિકોના જીવનમાં સરળતા આવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી વિસ્તારના લોકોએ સ્વાગત કરી નોંધપાત્ર પ્રશંસા વ્યક્ત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande