
પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં દરેક વિધાનસભામાં 22 અને 23 નવેમ્બર-૨૦૨૫ ના રોજ સવારે 9:00થી બપોરે 1:00કલાક સુધી બીએલઓ તેમના મતદાન મથક પર હાજર રહી, મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત EF વિતરણ, EF પરત લેવા અને 2002ની મતદારયાદીમાં નામ સર્ચ કરવા અંગેની કાર્યવાહી કરશે.
01-11-2025ના રોજ 18વર્ષ કે તેથી વધુ વય થતી હોય તો ફોર્મ નં-6 ભરી અચુક મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, પોરબંદર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
જેમાં 22 નવેમ્બર-2025, શનિવાર અને 23 નવેમ્બર-2025, રવિવારના મતદાન મથકો પર સવારે 9: 00 થી 1:00 કલાક સુધી ખાસ ઝુંબેશ યોજાશે
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya