મહેસાણા ખાતે પ્રાકૃતિક પેદાશોના વેચાણનું સફળ આયોજન
મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા આત્મા કચેરીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિને વધારવા માટે શાકભાજી, ફળફળાદી અને દેશી ગાયના ઘી જેવા પ્રાકૃતિક ઉત્પાદનોના વિતરણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બ
મહેસાણા ખાતે પ્રાકૃતિક પેદાશોના વેચાણનું સફળ આયોજન


મહેસાણા ખાતે પ્રાકૃતિક પેદાશોના વેચાણનું સફળ આયોજન


મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા આત્મા કચેરીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિને વધારવા માટે શાકભાજી, ફળફળાદી અને દેશી ગાયના ઘી જેવા પ્રાકૃતિક ઉત્પાદનોના વિતરણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાંના પ્રાકૃતિક કૃષિ કરનારા અનેક ખેડૂતો જોડાયા હતા.

આ વિતરણ કેન્દ્રમાં કુલ 7 ખેડૂતો દ્વારા તેમની પેદાશો રજૂ કરવામાં આવી હતી અને તેમને મળી કુલ રૂ. 34,440 ની આવક નોંધાઈ હતી. સાંજે 3:00 થી 7:00 સુધી ચાલેલા આ વેચાણ કાર્યક્રમ દરમિયાન સતત ખરીદી–વેચાણ થતું રહેતાં ગ્રાહકોનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો.

ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલી ગુવાર, ભીંડા, ટામેટાં, દૂધી, કારેલા, કોબી, બટાકા, વટાણા, ગાજર, આદુ, લસણ, રીંગણ જેવી શાકભાજી તેમજ દાડમ, ડ્રેગન ફ્રૂટ, મોસંબી, પપૈયા, ચેરી ટામેટા જેવા તાજા ફળોનું વેચાણ કર્યું હતું. દેશી ગાયના શુદ્ધ પ્રાકૃતિક ઘીને પણ ગ્રાહકો તરફથી ઊંચો પ્રતિસાદ મળ્યો હતો.

સરકારશ્રીના પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત ખેડૂતોને બજાર સુધી પહોંચ મળે, તેમની પેદાશોને યોગ્ય કિંમત મળે અને ગ્રાહકોને પૌષ્ટિક, શુદ્ધ તથા વ્યાજબી ભાવે પ્રાકૃતિક ખાદ્ય પેદાશો ઉપલબ્ધ થાય તે માટે આવા કાર્યક્રમો સતત યોજાઈ રહ્યા છે. મહેસાણામાં આયોજિત આ કાર્યક્રમ પ્રાકૃતિક કૃષિ માટે એક પ્રેરક અને સફળ પહેલ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande