
સુરત, 21 નવેમ્બર (હિ.સ.) સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ચોકબજાર હેરીટેજ હોપ પુલ પાસેથી અફધાનના નાગરિકને ઝડપી પાડી તેની પાસેથી બોગસ જન્મ પ્રમાણત્ર, પાસપોર્ટ, આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી આરોપી સુરતમાં વસવાટ કરતો હોવાનું અને કાપડ દલાલી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આરોપી મોહમદ આમીર જાવીદ ખાન જાતે મુસ્લીમ મૂળ અફધાનિસ્તાન દેશનો છે અને તે હાલ યુ.એન.રેફ્યુઝી એજન્સી ઈન્ડિયામાંથી ભારતમાં રહેવા માટેનું યુએનએચસીઆાર કાર્ડ મેળવી ભારતમાં રહેતો આવ્યો છે. આરોપી મોહમદ આમીર ખાને પોતે ભારતીય નાગરીકિત્વ ધરાવતો હોવાનું પ્રસ્થાપિત કરવા માટે મહારાષ્ટ્રના જાલના ખાતે રહેતા અગજાન નામના તેના મિત્ર સાથે મળી કાવતરુ રચી પોતાનો જન્મ 4 જુન 1983ના રોજ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો હોવાનું જાલના મહાનગરપાલિકા કચેરીમાંથી ખોટુ જન્મનું પ્રમાણપત્ર બનાવ્યો હતો. અને તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બોગસ બનાવ્યા હતા. પોલીસે મોહમદ આમીર જાવીદ ખાનની ધરપકડ કરી તેના મિત્ર અગજાનને વોન્ટેડ જાહેર કર્યો છે.
નકલી દસ્તાવેજો બનાવવાનું કાવતરું મોહમદ આમીર જાવીદ ખાને પોતે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યના જાલના ખાતે રહેતા તેના મિત્ર અગજાન (વોન્ટેડ આરોપી) નામના ઈસમ સાથે મળીને એક કાવતરું રચ્યું. આ કાવતરાના ભાગરૂપે, તેણે એવું દર્શાવ્યું કે તેનો જન્મ 04 જૂન, 1983ના રોજ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો હતો. આ દર્શાવવા માટે, જાલના મહાનગર પાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવડાવવામાં આવ્યું. આ નકલી જન્મ પ્રમાણપત્રના આધારે, આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો. એટલું જ નહીં, તેણે આ જ ખોટા દસ્તાવેજોના આધારે ભારત સરકારના આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજો પણ મેળવી લીધા હતા.
19 ડિસેમ્બર, 2024થી 18 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ચોકબજાર હેરીટેજ ઓવરબ્રિજના નાકા પાસે જાહેર રોડ ઉપર બનાવ બન્યો હોવાનું જણાવાયું છે. આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમદ આમીર જાવીદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય પાસપોર્ટ એક્ટ-1967ની કલમ 12(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ આરોપી અગજાનની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના ભારતીય નાગરિકતા અને દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે