


પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા ભાજપ મીડિયા સેલ ના સહકન્વીનર હર્ષ રૂઘાણીએ પ્રિ-વેડિંગ શૂટ કે અન્ય ખોટા ખર્ચ કરવાને બદલે જુદી જુદી સંસ્થાઓમાં જરૂરિયાતમંદોને જમાડી અનોખી પહેલ કરી છે.
પોરબંદર નિવાસી મમતાબેન તથા ધર્મેન્દ્ર પ્રભુદાસ રૂઘાણીના સુપુત્ર હર્ષના શુભ લગ્ન જૂનાગઢ નિવાસી વર્ષાબેન તથા રસિકલાલ કેશવલાલ મશરૂની સુપુત્રી પાયલ સાથે સોમવાર 24 નવેમ્બર 2025 ના મંગલ દીને નિર્ધારેલ છે.
ત્યારે હર્ષ રૂઘાણીએ લગ્ન પ્રસંગે પ્રિ-વેડિંગ શૂટ કે અન્ય રિવાજો પાછળ રૂપિયા વેડફવાના બદલે સેવાકીય કાર્યો યોજવાના સંકલ્પ સાથે પોરબંદરની શિશુકુંજ ( મનોદિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળા ) જેમાં 26 બાળકો છે, તેમજ પ્રજ્ઞાચક્ષુ સહાયક મંડળ જ્યાં 25 થી 27 લોકો છે તે ઉપરાંત ભુંડીયા પ્રાગજી પરસોતમ ચેરીટાબેલ ટ્રસ્ટ તથા સમાધી સ્થાન (પાગાબાપા આશ્રમ) 70 થી 72 લોકો છે. અને નેતરવાલા અંધ વૃદધાશ્રમ જ્યાં 7 વૃદધો છે તેમજ હિતેશ કારિયા ટીફીન સેવા, પોરબંદર - 50 વૃદધો છે આ તમામ સંસ્થામાં દાન આપી ને નવતર પહેલ કરી સમાજ ને અનેરો સંદેશ આપ્યો છે. યુવાનની આ સેવા પ્રવૃતિ ને લોકો એ આવકારી અભિનંદન પાઠવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya