જામનગરના બે શખસો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા થરાદમાંથી ઝડપાયા
જામનગર, 21 નવેમ્બર (હિ.સ.) : રાજસ્થાનથી જામનગર તરફ એમડી ડ્રગ્સ લઇને નીકળેલા જામનગરના બે શખ્સને થરાદ પોલીસે ૯૫ ગ્રામ ડ્રગ્સ સાથે પકડી લીધા હતા અને કુલ ૧૦ લાખનો મુદામાલ જપ્ત કરી આ બાબતે પુછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પોલીસની સાવચેતી
ડ્રગ્સના આરોપી


જામનગર, 21 નવેમ્બર (હિ.સ.) : રાજસ્થાનથી જામનગર તરફ એમડી ડ્રગ્સ લઇને નીકળેલા જામનગરના બે શખ્સને થરાદ પોલીસે ૯૫ ગ્રામ ડ્રગ્સ સાથે પકડી લીધા હતા અને કુલ ૧૦ લાખનો મુદામાલ જપ્ત કરી આ બાબતે પુછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત પોલીસની સાવચેતીના કારણે અવાર નવાર ડ્રગ્સ સાથે શખ્સો ઝપટમાં આવે છે, દરમ્યાન થરાદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના આબુ રોડ વિસ્તારમાં એમડી ડ્રગ્સ લઇને જામનગર તરફ બે શખ્સ જઇ રહયા છે, આ બાતમી આધારે થરાદ પીઆઇ રાઠોડની આગેવાની હેઠળ ખેડા ચેકપોસ્ટ નજીક ચેકીંગ ગોઠવવામાં આવ્યુ હતું, એ દરમ્યાન એક બાઇકમાં શંકાસ્પદ નીકળેલા શખ્સોને ચેક કરાયા હતા, તેની બેગમાંથી ૯૫ ગ્રામ એમડી ડ્રગ્સ જેની બજાર કિમત ૯.૫૦ લાખ અને બાઇક મળી કુલ ૧૦.૦૮ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

​​​​​​​

પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ ડ્રગ્સ રાજસ્થાનના આબુ રોડ વિસ્તારમાથી લાવ્યા હતા અને જામનગર તથા આસપાસના વિસ્તારમાં વેચવાનુ હતું, પકડાયેલા બંને આરોપીઓમાં મુળ રાજસ્થાનના અને હાલ જામનગર ધરારનગરમાં રહેતા કિશન ચૌધરી અને જામનગર ધરારનગરના ઓસમાણ ઉર્ફે ઓસમાન કેર બંનેને પકડી અન્ય કોઇની સંડોવણી છે કે કેમ એ બાબતે પુછપરછ હાથ ધરી હતી, થરાદ પોલીસે બંને આરોપીઓ સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંઘ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande