
જામનગર, 21 નવેમ્બર (હિ.સ.) : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ તેની ગર્લફ્રેન્ડ સાથે જામનગર આવી પહોંચ્યા હતા. તેઓ સાંજે જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. જે બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે રિલાયન્સ દ્વારા સંચાલિત ’વનતારા’ પ્રોજેક્ટ ખાતે જવા રવાના થયા હતા. જ્યાં વનતારાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગણપતિ મંદિરમાં દર્શન કર્યા હતા, ગીર ખાતેના રિલાયન્સ નિર્મિત મંદિરની ટ્રમ્પના પુત્ર અને પુત્રવધુએ મુલાકાત લીધી અને રાધિકા અને અનંત અંબાણી સાથે ગરબા પણ રમ્યા હતા.
જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત શહેર માટે એક વિશેષ પ્રસંગ બની રહી હતી.
અંબાણી પરિવાર સાથે દાંડિયા રાસની રમઝટ બોલાવી રાધિકા અને અનંત અંબાણી સાથે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ ગરબે ઘૂમ્યા હતા. ગીર ખાતે અંબાણી પરિવાર દ્વારા નિર્મિત શિવ મંદિરના પરિસરમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મા મન મોર બની થનગાટ કરે સહિતના ગરબાના તાલે હાથમાં દાંડિયા લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
વનતારા પ્રોજેક્ટની મુલાકાત લીધી અનંત અંબાણી સાથે મુલાકાત કર્યા બાદ જુનિયર ટ્રમ્પ વનતારા જોવા ગયા હતા. વનતારામાં તેમણે પ્રાણી સંગ્રહાલય અને કુદરતી સૌંદર્યને નિહાળ્યું હતું. અંબાણી પરિવારના પર્યાવરણ સંરક્ષણના વિઝનને નજીકથી જોયું હતું. આ મુલાકાતથી તેમને પ્રકૃતિ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની સમજ મળી હતી.
ધાર્મિક સ્થળોએ પૂજા-અર્ચના કરી વનતારાની મુલાકાત બાદ જુનિયર ટ્રમ્પે ત્યાં આવેલા મંદિરોની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગણપતિ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ પૂજા-અર્ચના કરી શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો. આ સમગ્ર પ્રવાસ દરમિયાન જુનિયર ટ્રમ્પ ભારતીય પરંપરા, આતિથ્ય અને આધ્યાત્મિક વાતાવરણથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે આ અનુભવને અનોખો અને યાદગાર ગણાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt