
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : ભાટસણ બસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં રખડતા એક માનસિક અસ્થિર યુવકને વાગદોડ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શોધી કાઢ્યો હતો. તેને તરત જ પૂછપરછ કરીને વાગદોડ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો.
પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પી.આઈ. પી.એમ. બોડાણા તથા ટીમે યુવકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો. મળેલી વિગતો અનુસાર યુવક મધ્યપ્રદેશના દેહરી, તાલુકો દલૌદા, જિલ્લો મંદસૌરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું.
આ યુવકનું નામ પાટીદાર રાહુલ બાલારામ માંગીલાલજી બવરલાલજી છે. પોલીસ દ્વારા પરિવારનો સંપર્ક કર્યા બાદ તેના સ્વજનો વાગદોડ આવ્યા અને યુવકને પાછો મેળવી રાહત વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ