
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણની શ્રી સરસ્વતી શિશુમંદિર (ધોરણ-8)ની વિદ્યાર્થીની વૈશ્વી કૃણાલભાઈ પટેલે U-17 બહેનોની ચેસ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી SGFI રાજ્ય કક્ષાની ગોધરા ખાતે યોજાયેલી હરીફાઈમાંથી રાષ્ટ્રીય સ્તર માટે પસંદગી મેળવી છે.
આ સફળતા પાછળ વૈશ્વીની સતત મહેનત, એકાગ્રતા અને નિયમિત અભ્યાસ સાથે તેના કોચ કરણભાઈ ત્રિવેદી તથા માતા-પિતાના માર્ગદર્શનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. શાળાના પ્રધાનાચાર્ય, દીદી-ગુરુજી અને ટ્રસ્ટી મંડળે પણ તેને પ્રેરણા અને જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો.
રાષ્ટ્રીય સ્તરની ચેસ સ્પર્ધા 27થી 30 નવેમ્બર દરમ્યાન ત્રિપુરામાં યોજાશે. શાળા પરિવારે વૈશ્વીને શુભકામનાઓ પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે તે રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરીને રાજ્ય અને શાળાનું ગૌરવ વધારશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ