વિસનગરમાં દેશભક્તિની લહેર: 13 કિ.મી.ની ભવ્ય ‘યુનિટી માર્ચ’માં યુવાનો સાથે મંત્રીએ ભર્યા કદમ
મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના ઉદ્દઘોષ સાથે રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. આ અવસર પર ભવ્ય અને ઐતિહાસિક “યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેકડો યુવાન, અધિ
વિસનગરમાં દેશભક્તિની લહેર: 13 કિ.મી.ની ભવ્ય ‘યુનિટી માર્ચ’માં યુવાનો સાથે મંત્રીએ ભર્યા કદમ


વિસનગરમાં દેશભક્તિની લહેર: 13 કિ.મી.ની ભવ્ય ‘યુનિટી માર્ચ’માં યુવાનો સાથે મંત્રીએ ભર્યા કદમ


મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના ઉદ્દઘોષ સાથે રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. આ અવસર પર ભવ્ય અને ઐતિહાસિક “યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેકડો યુવાન, અધિકારીઓ અને નાગરિકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો. સમગ્ર વિસનગર ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારાઓથી ગુંજાયમાન બન્યું હતું.

આ પદયાત્રાની ખાસિયત એ રહી કે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જાતે જ યુવાનો સાથે જોડાયા અને પૂરા 13 કિલોમીટરનો માર્ગ ચાલી પુરો કર્યો. મંત્રીએ યુવાનોની બાજુમાં ચાલીને તેમને પ્રેરણા આપી, જેના કારણે સમગ્ર યાત્રામાં ઉર્જાનો નવો સંચાર જોવા મળ્યો.

કાંસા ચોકડીથી શરૂ થયેલી આ રેલી થલોટા અને રામપુરા ગામેથી આગળ વધતી કાંસા ગુરુકુળ ખાતે પૂર્ણ થઈ. હજારો લોકોના સંગઠિત માનવ મહેરામણનો અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો, જે દ્રશ્યો અત્યંત ભવ્ય અને પ્રેરણાદાયક લાગતા હતા.

આ યુનિટી માર્ચ દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને આત્મનિર્ભર ભારતના સંદેશાને શક્તિશાળી રીતે પ્રસારિત કરવામાં આવ્યો, જે વિસનગર માટે ગૌરવની ક્ષણ બની.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande