પદ્મનાભ ચાર રસ્તા નજીક બાઈક ખાડામાં ખાબકતાં મહિલાને પગમાં ઈજા પહોંચી
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં બિસ્માર રોડની સ્થિતિને કારણે શુક્રવારે એક બાઈક ખાડામાં ખાબકતાં મહિલાને પગમાં ઈજા પહોંચીને તેને હોસ્પિટલ ખસેડવી પડી. બાઈક પર સવાર પરિવાર રોડ પર પટકાયો હતો અને સ્થાનિક લોકોએ તરતજ ઇજા
પદ્મનાભ ચાર રસ્તા નજીક બાઈક ખાડામાં ખાબકતાં મહિલાને પગમાં ઈજા પહોંચી


પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં બિસ્માર રોડની સ્થિતિને કારણે શુક્રવારે એક બાઈક ખાડામાં ખાબકતાં મહિલાને પગમાં ઈજા પહોંચીને તેને હોસ્પિટલ ખસેડવી પડી. બાઈક પર સવાર પરિવાર રોડ પર પટકાયો હતો અને સ્થાનિક લોકોએ તરતજ ઇજાગ્રસ્તને સારવાર માટે મદદ કરી.

આ વિસ્તારમાં રોડની ખરાબ હાલતને કારણે નાના વાહનચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જે લોકોમાં સતત ભય અને અસંતોષ ફેલાવી રહ્યું છે.

પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારની સોસાયટીઓના રહીશો લાંબા સમયથી રોડના સમારકામ માટે પાલિકા તંત્રને રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ હકારાત્મક પગલાં ન લેવાતા તેઓમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande