
ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના પુનર્નિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ કમ્યુનિટી હોલનું આજે 21 નવેમ્બર 2025 (શુક્રવાર)એ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમની અધ્યક્ષતા કરતાં તેમણે આ કમ્યુનિટી હોલને સત્તાવાર રીતે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોના ઉપયોગ માટે અર્પણ કર્યો. પોતાના સંબોધનમાં શ્રી વર્માએ કહ્યું કે “આ કમ્યુનિટી હોલ કર્મચારીઓ માટે અત્યંત લાભદાયક સાબિત થશે અને સામાજિક, સાંસ્કૃતિક તથા પારિવારિક કાર્યક્રમો માટે એક ઉત્તમ કેન્દ્ર બની રહેશે.”
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે કાર્યક્રમમાં વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન ઉપસ્થિત રહ્યાં અને કમ્યુનિટી હોલના પુનર્નિર્માણના મહત્વને રેખાંકિત કરતાં કર્મચારીઓના હિતમાં કરવામાં આવેલા આ પગલાની પ્રશંસા કરી. ટ્રેડ યુનિયન અને એસોસિએશનના પદાધિકારીઓએ પણ સંબોધન દરમ્યાન આ સુવિધાને કર્મચારીઓ માટે અત્યંત પ્રયોજ્ય ગણાવી.
કમ્યુનિટી હોલની મુખ્ય વિશેષતાઓ
• હોલમાં 10 નવા એર કન્ડીશનર (AC) લગાવવામાં આવ્યા છે.
• લગ્ન/પારિવારિક કાર્યક્રમો માટે આધુનિક વર–વધૂ ખંડ તૈયાર કરવામાં આવ્યા છે.
• મોટા કાર્યક્રમો માટે વિશાળ સભામંડપ વિકસિત કરવામાં આવ્યો છે.
• પરીસરની બહાર સુંદર હરીત ઉદ્યાન (ગાર્ડન) વિકસિત કરવામાં આવી રહ્યું છે.
• આ કમ્યુનિટી હોલની બુકિંગ ફરી શરૂ થઈ ગઈ છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ હોવા છતાં આ કમ્યુનિટી હોલ રેલવે કર્મચારીઓ માટે દરરોજ માત્ર ₹4000ની કિફાયતી દરે ઉપલબ્ધ રહેશે, જે ખાનગી કાર્યક્રમો માટે અત્યંત સુલભ છે. ઉદ્ઘાટન સમારોહમાં મંડળના કર્મચારી અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ