પાટણ જિલ્લામાં 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાશે
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં મતદારોને ફોર્મ ભરવામાં માર્ગદર્શન આપવા બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. અગાઉ કેટલાક મથકો પર ફોર્મ ભરવામાં મુશ
પાટણ જિલ્લામાં 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાશે


પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં મતદારોને ફોર્મ ભરવામાં માર્ગદર્શન આપવા બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે.

અગાઉ કેટલાક મથકો પર ફોર્મ ભરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી, ખાસ કરીને 2002ની મતદારયાદીની નકલ ન હોવાને કારણે. પરંતુ ભાજપ સંગઠનના કાર્યકરો દ્વારા બૂથો પર મદદ ગોઠવાતા BLOને કામગીરી સરળ બની હતી.

આ અભિયાનનો મુખ્ય હેતુ મતદારયાદીને વધુ અદ્યતન અને ચોક્કસ બનાવવાનો છે. જે મતદારો સ્થળ બદલવાના કારણે ફોર્મ મેળવી શક્યા નથી તેઓ https://voters.eci.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande