
મોડાસા,22 નવેમ્બર (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં જીએમઆરએસ મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ,હિંમતનગર ખાતે IMA MSN હિંમતનગર બ્રાન્ચ દ્વારા રક્તદાન શિબિર આયોજન કરાયું હતું. જેમાં 181 બોટલનું કલેક્શન કરાયું હતું. રક્તદાન એ મહાદાન છે, અને આ કલેક્શનના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર સારવાર મળી શકશે, જે એક સકારાત્મક સામાજિક યોગદાન છે.આ રક્તદાન શિબિરમાં મેડિકલ કોલેજના ડીન, મેડિકલ સુપ્રિ. સીડીએમઓ, આરએમઓ ડો. વિપુલ જાની, ઇન્ટર્ન ડોક્ટરો , આયોજક ડૉ.સ્મિતરાજસિંહ ભાટી, ડૉ વત્સલ લબાના,ડૉ. બોની પટેલ તેમજ પેથોલોજી ડિપાર્ટમેન્ટ અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ