
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.)પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા પાટણમાં ભેળસેળ વિરોધી મોટા ઓપરેશન હેઠળ માવજત ફૂડ પ્રોડક્ટ્સ પર દરોડો પાડવામાં આવ્યો હતો. Royal Business Park, મંડોત્રી રોડ ખાતે આવેલા ગોડાઉન નં. 11 અને J-17માંથી કુલ 4,821 કિલો શંકાસ્પદ ઘી અને તેલ મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન 1,576.88 કિલો ઘી અને 3,245 કિલો ભેળસેળયુક્ત તેલ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹11,87,272 થાય છે. આ સમગ્ર જથ્થો અધિકારીઓ દ્વારા તાત્કાલિક સીઝ કરવામાં આવ્યો હતો. પેઢીના પ્રોપ્રાયટર તરીકે મોદી પ્રકાશકુમાર વ્રજલાલનું નામ સામે આવ્યું છે.
કાર્યવાહી દરમિયાન ઘી અને તેલના કુલ 10 નમૂનાઓ (5 ઘી અને 5 તેલ) લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ મળ્યા પછી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 હેઠળ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ