પોરબંદરમા આખલાએ મહિલાનો ભોગ લીધો.
પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના બાલવીનગર વિસ્તારમાં રહેતા એક મહિલાને આખલાએ ઢીંક ચડાવતા તેમને ગંભીર ઇજા પહોચી હતી તેમનુ સારવાર દરમ્યાન મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી પોરબંદર શહેરમા આખલાના ત્રાસના કારણે અવારનવાર આપ્રકારની ઘટના બનેછે. મનપાની બ
પોરબંદરમા આખલાએ મહિલાનો ભોગ લીધો.


પોરબંદરમા આખલાએ મહિલાનો ભોગ લીધો.


પોરબંદરમા આખલાએ મહિલાનો ભોગ લીધો.


પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના બાલવીનગર વિસ્તારમાં રહેતા એક મહિલાને આખલાએ ઢીંક ચડાવતા તેમને ગંભીર ઇજા પહોચી હતી તેમનુ સારવાર દરમ્યાન મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી પોરબંદર શહેરમા આખલાના ત્રાસના કારણે અવારનવાર આપ્રકારની ઘટના બનેછે. મનપાની બેદારકારીને કારણે લોકોને જીવ ગુમાવા પડે છે.

પોરબંદર શહેરમા વર્ષોથી અખલાનો ત્રાસ જોવા મળી રહ્યો છે શહેરના માર્ગો પર રેઢીયાળ પશુઓ અડિગો જમાવીને બેસે છે.જેના કારણે અકસ્માતની ઘટના બને છે. તો આખલા અવારનવાર યુધ્ધે ચડી ભયનો માહોલ સર્જી દે છે. તો લોકોને ઢીકે ચડવાની પણ ઘટના બને છે.પોરબંદરના બાલવીનગર વિસ્તારમા રહેતા રેસ્ટોરન્ટમા કામ કરતા ગીતાબેન સલેટ નામના મહિલાને ગત તા. 13 નવેમ્બરના રોજ તેમના જ ઘર નજીક રાત્રીના સમયે ઢીંક ચડાવતા ગીતાબેનને ગંભીર ઇજા પહોંચતા તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખેસડવામા આવ્યા હતા જયાં તેમનુ સારવાર દરમ્યાન મોત થયુ આ બનાવને લઇ મૃતકના પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ ગર્ગીતાબેનના કારણે તેમના પરિવારની જીવનનિર્વાહ ચાલતુ હતુ તેમના મોતથી પરિવાર પર આભ તુટી પડયુ છે. મનપા દ્રારા રેઢીયાળ પશુઓને પકડવાની કામગીરી કરવામા આવતી નથી જેને લઈ પણ શહેરીજનોમા રોષ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande