


પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) : ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત માર્ગ સુવિધાઓ ઉભી કરવા રાજ્ય સરકારદ્વારા સતત પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા નટવર નગર પાટિયા થી કુણવદર રોડ સુધીના માર્ગની મરામત કામગીરી ઝડપથી કરવામાં આવી છે.
વિકાસલક્ષી અભિગમ સાથે હાથ ધરાયેલી આ કામગીરીમાં ખાડાઓની પૂર્તિ, રસ્તાનો લેવલિંગ સહિતના જરૂરી મરામતની કામગીરી કરવામાં આવતા હવે આ માર્ગ ઉપર પસાર થતા નાગરિકો માટે આ માર્ગ સગવડભર્યો અને સુરક્ષિત બન્યો છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય વિકાસ માટે માર્ગ સુવિધાઓને સૌથી મહત્વ આપીને સરકાર દ્વારા આ પ્રકારની કાર્યોને સતત ગતિ આપવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya