



પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના નાગકા થતા બાવળ વાવ સહિતના વિસ્તારોમાં ખનીજ ચોરી અંગેના દરોડા ખાણ ખનીજ ખાતું પાડવા ગયું હતું અને એક કરોડ 70 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે દરોડા પાડવા ગયા ત્યારે જ ખાણ ખનીજ ખાતાના કોઈ અધિકારીઓ અને કર્મચારીઓએ
પોતે દરોડા પાડવા ગયા છે તેની માહિતી સોશિયલ મીડિયામાં લીક કરી દેતા ખાણમાફિયાઓ ચેતી ગયા હતા અને તેથી જ સરકારની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે ત્યારે બે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવા જરૂરી બન્યા છે.પોરબંદર કલેકટર અને ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા નાગકા થતા બાવળ વાવ ખાતે ખાનગી બાતમી ના આધારે આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. તપાસ માં જુદા જુદા લોકેશન પરથી ગેરકાયદેસર બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનન વહન માં ઉપયોગ માં લેવાતી મશીનરી જપ્તિ કરવામાં આવેલ તેમજ તેમના માલિકોજવાબદારો વિરુદ્ધ કાયદેસર કામગિરિ હાથ ઘરેલ.15 લોકેશન થી ગેકાયદેસર બિલ્ડીંગ સ્ટોન ખનીજ ખનન વહન કરતા હોવાથી જપ્ત કરેલ. આમ, તપાસરેડ દરમ્યાન કુલ 24 ચકરડી મશીન તેમજ 2 જનરેટર મશીન, 3 ટ્રક, 5 ટ્રેકટર, 2 જેસીબી અને 2 હિટાચી મશીનજે કુલ મળીને 38 જેટલી અનાધિકૃત ખનન કરતી મશીનરીઓ જપ્ત કરી . સદર તપાસ દરમ્યાન કુલ 3 ટ્રક અને 2 ટ્રેકટર વાહનના માલિક દ્વારા સ્થળે દંડ ભરપાઈ કરવા સહમત હોઈ ઓનલાઇન દંડકીય સરકાર ની તિજોરી માં રકમ ભરપાઈ કરાવેલ છે. તેમજ અન્ય મશીનરી સીઝ કરી ગેરકાયદેસર ખનન કરનાર જવાબદાર ઇષમો મશીન માલિકો સામે આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.કિંમત અંદાજીત 1.70 કરોડ મુદ્દામાલ સીઝ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya