આદિત્યાંણા‌ ખાતે POCSO એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી. ટાઢાણીના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત રાણાવાવ તાલુકાની ઉચ્ચતર માધ્યમિક શાળા, આદિત્યાણા ખાતે POCSO Act અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ
આદિત્યાંણા‌ ખાતે POCSO એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


આદિત્યાંણા‌ ખાતે POCSO એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


આદિત્યાંણા‌ ખાતે POCSO એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી. ટાઢાણીના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત રાણાવાવ તાલુકાની ઉચ્ચતર માધ્યમિક શાળા, આદિત્યાણા ખાતે POCSO Act અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જાગૃતિ કાર્યક્રમમાં શાળાની આશરે 100 જેટલી કિશોરી વિદ્યાર્થીનીઓને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ (Safe & Unsafe Touch) તથા POCSO કાયદાની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોરબંદર જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સિલર મહેશભાઈ પરમારે વિદ્યાર્થીનીઓને POCSO એક્ટની વિગતવાર માહિતી આપી હતી. તેમણે ‘સેફ અને અનસેફ ટચ’ વિષયને સરળ ઉદાહરણો સાથે રજૂ કર્યો હતાં, જેથી વિદ્યાર્થીનીઓને જોખમી પરિસ્થિતિઓની ઓળખ કરવામાં મદદ મળે.

આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત 100 વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન “સંકલ્પ” DHEWની ટીમ તથા શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાળકોની સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને કાયદાકીય જ્ઞાન વધારવા સાથે બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજનાનાં માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હતો.

આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર, “સંકલ્પ” DHEW ના ડો. સંધ્યાબેન જોશી, “સંકલ્પ” DHEW જેંડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવે,સંકલ્પ” DHEW પ્રતિનિધિ રાજેશ ટાંક,જિલ્લા બાળ સુરક્ષા એકમ કાઉન્સિલર મહેશભાઈ પરમાર, જિલ્લા બાળ સુરક્ષા એકમ પ્રતિનિધિ કિશોરભાઈ જોશી તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, આદિત્યાણાના આચાર્ય તથા સીનીયર શિક્ષિકા લીલુબેન સાથે શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande