
સુરત, 22 નવેમ્બર (હિ.સ.) શહેરના ઉત્રાણ વિસ્તારમાં રહેતી કિશોરી ગતરોજ સ્કૂલે અભ્યાસ કરવા માટે ગઈ હતી. બપોરે સ્કૂલમાંથી ઘરે આવી હતી. આ દરમિયાન કિશોરી સોસાયટીની બહાર સ્કૂલ બસમાંથી ઉતરી ચાલતા ચાલતા ઘરે જતી હતી ત્યારે ત્યાં સુમુલ ડેરીના દૂધનો ટેમ્પો ચલાવતા યુવકે તેમનો હાથ પકડી લઈ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. જેથી આખરે કિશોરી તેનો હાથ છોડાવી ભાગતા યુવકે તેને બિભસ્ત ઈશારાઓ કરી છેડતી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીના પરિવારે આ મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી તેને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશ નો વતની અને સુરતના કતારગામ વિસ્તારમાં જૂની જીઆઇડીસી પાસે આવેલ સ્મૃતિ સોસાયટીમાં રહેતો બાદલ અશોકભાઈ પટેલ સુમુલ ડેરીમાં કોન્ટ્રાક્ટ પર દૂધનું વાહન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાદલ પટેલ ઉતરાણ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં દૂધનો ટેમ્પો લઈને ગયો હતો. આ સમયે એ જ સોસાયટીમાં રહેતી 15 વર્ષની કિશોરી સ્કૂલે અભ્યાસ કરી પરત આવી હતી. કિશોરી સોસાયટીના બહાર સ્કૂલ બસમાંથી ઉતરી ચાલતા ચાલતા પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે બાદલ પટેલે તેની સામે નજર બગાડી હતી અને અચાનક જ રસ્તા વચ્ચે ઊભા રહી જાનુ આઈ લવ યુ એમ કહીને કિશોરીનો હાથ પકડી લીધો હતો. જેથી આખરે કિશોરીએ તેનો હાથ છોડાવી ત્યાંથી નીકળી ગઈ હતી. પરંતુ ત્યારબાદ પણ બાદલ પટેલે તેન બિભસ્ત ઈશારાઓ કરી છેડતી કરી હતી. જેથી આખરે કિશોરીએ સઘળી હકીકત ઘરે આવી માતા ને જણાવી હતી. બનાવને પગલે તેના માતા પિતાએ આ મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાદલ પટેલ સામે છેડતી ન ગુનો દાખલ કરી મોડી રાત્રે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે