સોઢાણા-ભેટકડી રોડ પર ટ્રેકટરે ઠોકર મારતા બાઇકચાલક ઇજાગ્રસ્ત.
પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) સોઢાણા-ભેટકડી રોડ પર ટ્રેકટરે ઠોકર મારતા બાઇકચાલક ઘાયલ થયો હતો અને તેને ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોચતા ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સોઢાણાની ખારા સીમ વાડીવિસ્તારમાં રહેતા નવઘણ રાણાભાઇ મોઢવાડીયા નામના
સોઢાણા-ભેટકડી રોડ પર ટ્રેકટરે ઠોકર મારતા બાઇકચાલક ઇજાગ્રસ્ત.


પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) સોઢાણા-ભેટકડી રોડ પર ટ્રેકટરે ઠોકર મારતા બાઇકચાલક ઘાયલ થયો હતો અને તેને ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોચતા ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સોઢાણાની ખારા સીમ વાડીવિસ્તારમાં રહેતા નવઘણ રાણાભાઇ મોઢવાડીયા નામના 42 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે. 19-11ના સોઢાણાના બસસ્ટેશન પાસેથી પોતાનુ કામ પતાવીને ભેટકડી જતા રસ્તે પોતાનુ બુલેટ બાઇક લઇને વાડીએ જતો હતો ત્યારે ભેટકડી તરફથી સ્મશાન પાસે ટ્રેકટર ચાલક કાવા મારતો આવતો હતો. આથી ફરિયાદીએ સાઇડમાં બુલેટ બાઇક ઉભુ રાખી દેતા ટ્રેકટર ચાલકે નવઘણ મોઢવાડીયાને પછાડી દીધો હતો. જેમાં પગમાં ગંભીર ઇજા સાથે લોહી નીકળવા લાગ્યુ હતુ. તે દરમ્યાન લોકો એકત્ર થઇ જતા ઇમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી અને 108 મારફતે ભાવસિંહજી હોસ્પિટલે દાખલ કરવામાં આવતા ડોકટરોએ પગમાં ફ્રેકચર હોવાનું જણાવી ઓપરેશન થશે તેવુ જાહેર કર્યુ છે ત્યારે ટ્રેકટરના ચાલક સામે બેફિકરાઇથી ટ્રેકટર ચલાવીને અકસ્માત સર્જ્યોનો ગુન્હો દાખલ કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande