હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં, બોર્ડ ઓફ ડીન્સની બેઠક, નવા કોર્સ અને કોલેજ મંજૂરી અંગે નિર્ણયો
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની બોર્ડ ઓફ ડીન્સની બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ. બેઠકમાં હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે દિવ્યાંગો માટે સ્નાતક સ્તરે સ્પેશિયલ કોર્સ શરૂ કરવા માટે કમિટીની રચના કરવ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ડીન્સની બેઠક, નવા કોર્સ અને કોલેજ મંજૂરી અંગે નિર્ણયો


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની બોર્ડ ઓફ ડીન્સની બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ. બેઠકમાં હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે દિવ્યાંગો માટે સ્નાતક સ્તરે સ્પેશિયલ કોર્સ શરૂ કરવા માટે કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત યુનિવર્સિટી દ્વારા ૩૦ કલાકના શોર્ટ ટર્મ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો અને તેના માટે બોર્ડ ઓફ મલ્ટી ડિસિપ્લિનરી રચવાનો નિર્ણય કરવામાં આવ્યો.

બેઠકમાં પીએચડી ગાઈડ માટે યુજી અને પીજી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પીજીની માન્યતા અંગે ચર્ચા પછી ૧૧ પીજી અધ્યાપકોને માન્યતા આપવામાં આવી.

નવી કોલેજો શરૂ કરવા માટે ૩૭ અરજીઓ મળી હતી. તેમાંમાંથી ૩૫ કોલેજો અંગે ચર્ચા કરી, બોર્ડ ઓફ ડીન દ્વારા સરકારમાં મોકલવા માટે નક્કી કરવામાં આવ્યું. ઉપરાંત, એક સાયન્સ અને બે આર્ટસ મહિલા કોલેજોને મંજૂરી આપવા માટે સરકારને ભલામણ કરવાની તૈયારી પણ થઇ. બેઠકમાં કુલપતિ, રજીસ્ટ્રાર અને વિવિધ ફેકલ્ટીના ડીન ઉપસ્થિત રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande