કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રાજકોટની ત્રણ આઈ.ટી.આઈ.ની મુલાકાત
- આઈ.ટી.આઈ.માં અપાતી તાલીમથી લઈને માળખાકીય સુવિધાઓ સહિતની સમીક્ષા કરી - વ્યવસાયલક્ષી કોર્સ થકી વધુમાં વધુ યુવાનોને રોજગારી મળે તેવું કામ મિશન મોડમાં કરવા મંત્રીએ પ્રેરણા આપી રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્ર
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રાજકોટની ત્રણ આઈ.ટી.આઈ.ની મુલાકાત


- આઈ.ટી.આઈ.માં અપાતી તાલીમથી લઈને માળખાકીય સુવિધાઓ સહિતની સમીક્ષા કરી

- વ્યવસાયલક્ષી કોર્સ થકી વધુમાં વધુ યુવાનોને રોજગારી મળે તેવું કામ મિશન મોડમાં કરવા મંત્રીએ પ્રેરણા આપી

રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામવિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટની મુલાકાત દરમિયાન, શહેરમાં ત્રણ આઈ.ટી.આઈ.ની મુલાકાત લીધી હતી અને માળખાકીય સુવિધા, તાલીમ, મહેકમ સહિતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા કરી

હતી.

મંત્રી કુંવરજી બાવળીયા ગુરુવારે સવારે ભાવનગર રોડ પર આવેલી આઈ.ટી.આઈ.ની મુલાકાતે પધાર્યા હતા. તેમણે અહીં ચાલતા વિવિધ કોર્સિસ, ટ્રેડ, મહેકમ સહિતની માહિતી મેળવી હતી.

આચાર્ય કૌશિક પટેલે પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત માહિતી આપી હતી. મંત્રીએ વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈને તાલીમાર્થીઓ સંવાદ કરીને અભ્યાસ-તાલીમની ગુણવત્તા ચકાસી અને અભ્યાસ પછી રોજગારની તકો વિશે છાત્રોને કેટલા જાગૃત કરવામાં આવ્યા છે, તેની પણ માહિતી મેળવી હતી.

મંત્રીએ તાલીમાર્થીઓ માટે હોસ્ટેલ, મેસ, પ્લેસમેન્ટ સહિતની વ્યવસ્થા વધુ સારી કઈ રીતે બનાવી શકાય તે અંગે ઉત્તમ કામ કરવા સ્ટાફને જણાવ્યું હતું.

તેમણે આઈ.ટી.આઈ.ના નવા બની રહેલા બિલ્ડિંગની સાઈટની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આઈ.ટી.આઈ.માં ચાલતા કોર્સિસ અને એપ્રેન્ટીસ યોજનાનો લાભ વધુમાં વધુ યુવાનોને મળે અને ટ્રેડ કે કોર્સની તાલીમ બાદ યુવાનો જોબ કે સ્વ રોજગાર કરીને દેશને આત્મનિર્ભર બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે તેવું વાતાવરણ સર્જવા અને રોજગારલક્ષી કોર્સ વિશે યુવાનોમાં વધુમાં વધુ જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો.

બાદમાં મંત્રીએ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી મહિલા આઈ.ટી.આઈ.ની મુલાકાત લઈને માળખાકીય સુવિધા, તાલીમની અસરકારકતા સહિતની વિગતોની માહિતી મેળવી હતી. અહીં તાલીમાર્થી બહેનો સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો અને અભ્યાસની ગુણવત્તાની જાણકારી મેળવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande