અમરેલીના યાર્ડોમાં મગફળીની મબલખ આવક છતાં ખેડૂતોને નથી પોષણશમ ભાવ: ટેકાના ભાવ 1452 સામે ખુલ્લા બજારમાં ફક્ત રૂ.800 થી 1000
અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં મગફળીની આવક ચરમસીમાએ છે. અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડોમાં મગફળીના ઢગલા છલકાઈ રહ્યા છે, ખેડૂતો સવારથી સાંજ સુધી પોતાનો પાક વેચવા માટે યાર્ડમાં ઉમટી રહ્યા છે. પરંતુ, એટલી મોટી આવક વચ્ચે ખેડૂતોના
અમરેલીના યાર્ડોમાં મગફળીની મબલખ આવક છતાં ખેડૂતોને નથી પોષણશમ ભાવ: ટેકાના ભાવ 1452 સામે ખુલ્લા બજારમાં ફક્ત ₹800–₹1000


અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં મગફળીની આવક ચરમસીમાએ છે. અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડોમાં મગફળીના ઢગલા છલકાઈ રહ્યા છે, ખેડૂતો સવારથી સાંજ સુધી પોતાનો પાક વેચવા માટે યાર્ડમાં ઉમટી રહ્યા છે. પરંતુ, એટલી મોટી આવક વચ્ચે ખેડૂતોના ચહેરે ખુશીના બદલે ચિંતા અને હતાશા વધુ જોવા મળી રહી છે. કારણ છે—ખુલ્લા બજારમાં મળતા ઓછા ભાવ, જે ટેકાના ભાવે કરતાં 500 થી 600 રૂપિયા સુધી ઓછા છે.

સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ ₹1452 નક્કી કરાયો છે, જેથી ખેડૂતોને પોષણશમ ભાવ મળી રહે તે હેતુ છે. પરંતુ અમરેલી અને સાવરકુંડલા યાર્ડની જાહેર હરરાજીમાં ખેડૂતોને ફક્ત ₹800 થી ₹1000 વચ્ચેના ભાવ મળતા હોવાનો રોષ ખેડૂતો દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યો છે. મોંઘા દાટ, ઊંચી કિંમતના બિયારણ, ખાતર અને સતત ચાર મહિનાની કાલી મહેનત બાદ મળતા આવા ભાવ ખેતીને નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે.

ખેડૂતોની વેદના: 4 મહિનાની મહેનત છતાં ફાયદો નથી

મગફળીના કેટલાંક ખેતરોમાં આ સિઝને કમોસમી વરસાદે પાકને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું. જેના કારણે ગુણવત્તા પર અસર પડી અને ખુલ્લા બજારમાં મગફળીના ભાવ તૂટ્યા.

ખેડૂત ધનજીભાઈ પાનસેરીયા (નેસડી) જણાવે છે કે યાર્ડમાં ભાવો એટલા ઓછા છે કે ખર્ચ પણ ઊગતો નથી. સરકાર 1452 ટેકાનો ભાવ આપે છે, પણ યાર્ડમાં 900 સુધી ભાવ આવે તો ખેડૂત શું કરે?

તે જ રીતે કિશોરભાઈ જાદવ (અભરામપરા) પણ આ સમસ્યાને ચિંતાજનક ગણાવતા કહે છે કે, ખેડૂતની મજ્દૂરી, ખાતર, બિયારણ બધું મોંઘું થયું છે. પરંતુ પાક તૈયાર થાય ત્યારે જ ભાવ તૂટી જાય છે. આખી સીઝનનો ભાર પાક વેચતી વખતે ખેડૂત પર પડી જાય છે.

યાર્ડ સેક્રેટરીનો અભિપ્રાય: આવક મોટી, પણ સીઝનના કારણે ઘટાડો

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદી જણાવે છે કે,

અમરેલી અને સાવરકુંડલા સહિતના યાર્ડોમાં 35 હજાર મણથી 50 હજાર મણ સુધી મગફળીની આવક થઈ રહી છે. લગ્નગાળાની શરૂઆતને કારણે થોડા દિવસોથી આવકમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ હાલ ખેડૂતોને ગુણવત્તા પ્રમાણે જ ભાવ મળી રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે ટેકાના ભાવે સરકાર ખરીદી કરી રહી છે, પરંતુ દરેક ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે ગુણવત્તા, ભેજ અને અન્ય માપદંડો જરૂરી છે.

મગફળીના ભાવ તૂટવાના મુખ્ય કારણો

કમોસમી વરસાદથી ગુણવત્તામાં ઘટાડો

બજારમાં ભારે આવક

વેપારીઓની ઓછું ખરીદી ક્ષમતા

લગ્નગાળાની સીઝને કારણે મજુરોની અછત અને યાર્ડમાં ધીમી કામગીરી

ટેકાના ભાવે મગફળીમાં કડક ગુણવત્તા નિયમો

અંતિમ પરિસ્થિતિ: ખેડૂત પીસાઈ રહ્યો છે

એક તરફ ટેકાના ભાવ 1452 હોવા છતાં, યાર્ડમાં મળતા ₹900–₹1000ના ભાવ ખેડૂતોને 400–500 રૂપિયા પ્રતિ 20 કિલોનું નુકસાન કરાવી રહ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ હાલની પરિસ્થિતિમાં સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીની મર્યાદા વધારશે, નોર્મસમાં થોડો નરમ વલણ અપનાવશે તો ખેડૂતોને સીધી રાહત મળી શકે.

મગફળીની આ સિઝનમાં ખેડૂતોને થયેલા નુકસાન વચ્ચે, અમરેલી જિલ્લાની આ સ્થિતિ સરકારના ધ્યાન ખેંચે અને ખેડૂતને પોષણશમ ભાવ મળે—તેવી રાજ્યના ખેડૂતોની માંગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande