જશોમાવ હાઈવે પર આવેલ રામદેવપીરના મંદિરે માગશર સુદ બીજના દિવસે ધાર્મિક  મેળામાં શ્રદ્ધાળુઓનો ઉમળકો
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) હારીજના જશોમાવ હાઈવે પર આવેલું સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિર માગશર સુદ બીજના દિવસે ધાર્મિક મેળો ભરાતા શ્રદ્ધાળુઓથી ખચાખચ ભરાઈ ગયું. હારીજ, સમી અને ચાણસ્મા તાલુકાના લોકો મોટી સંખ્યામાં પગપાળા અને વાહન મારફતે દર્શનાર્થે પહોંચ્
જશોમાવ હાઈવે પર આવેલ રામદેવપીરના મંદિરે માગશર સુદ બીજના દિવસે ધાર્મિક  મેળામાં શ્રદ્ધાળુઓનો ઉમળકો


પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) હારીજના જશોમાવ હાઈવે પર આવેલું સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિર માગશર સુદ બીજના દિવસે ધાર્મિક મેળો ભરાતા શ્રદ્ધાળુઓથી ખચાખચ ભરાઈ ગયું. હારીજ, સમી અને ચાણસ્મા તાલુકાના લોકો મોટી સંખ્યામાં પગપાળા અને વાહન મારફતે દર્શનાર્થે પહોંચ્યા.

દર વર્ષે જેમ, આ વર્ષે પણ ભક્તોએ નેજા ચડાવ્યા, શીશ ઝુકાવ્યું અને રામદેવપીરના દર્શન કરી ધન્યતા અનુભવી. ખાસ કરીને પગપાળાની ટોળીઓએ ભક્તિભાવ વધારી દીધો.

મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં બનાવાયેલા નવા ભોજનાલયમાં તમામ દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક ચા, પાણી અને પ્રસાદરૂપ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જે મેળાનું મુખ્ય આકર્ષણ બન્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande