
- 10 ગામોની 61 લાખથી વધુની કિંમતની પાણી પુરવઠા યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં ‘‘વાસ્મો’’ (જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને વિવિધ કામોની સૈદ્ધાંતિક મંજૂરી અર્થે કલેકટરએ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ધોરાજી, ગોંડલ, રાજકોટ, જસદણ અને વિછીયા તાલુકાના 10 ગામોની રૂપિયા 61 લાખ 56 હજાર 587 રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
પાણી વિતરણ માટેની પાઈપ લાઈનમાં લીકેજવાળી જગ્યાએ સોકપીટ બનાવવા કલેક્ટરએ આ બેઠકમાં ખાસ સૂચના આપી હતી.
ગત બેઠકની કાર્યવાહી નોંધને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. તથા ગત બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપેલા કામોને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી વાસ્મોની અગાઉની બેઠકોમાં સૈદ્ધાંતિક મંજૂરી આપેલા અને હજુ સુધી શરૂ ન થયેલા કામો વિશે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે ઓગમેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લાને આવરી લેવામાં આવેલ છે, તે અંતર્ગત કરવાના થતા કામો માટે જિલ્લા સ્તરની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ જિલ્લામાં કરવાની થતી કામગીરી અંતર્ગત સમાવિષ્ટ એજન્ડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ