
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) રાજકોટના જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષસ્થાને તરઘડીયાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લાકક્ષાનો પી.એમ. કિસાન સમ્માન નિધિ કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજીત પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજનાના 21માં હપ્તાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ડો.એમ.એમ.તળપદા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રીઓ જીતુ વાઘાણી અને રમેશ કટારા પણ જીવંત પ્રસારણના માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વધુ ભાર મુકવા જણાવ્યું હતું. તમિલનાડુના કોઇમ્બતુરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચુઅલ માધ્યમથી જોડાયા હતા. આ તકે 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં ડી.બી.ટી.થી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ભારત સરકારએ અત્યાર સુધી 20 હપ્તા દરમ્યાન 3 લાખ 90 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જમા કર્યાં છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ