ઉબખલ પ્રાથમિક શાળામાં NTCP અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન
મહેસાણા, 22 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા આરોગ્ય અધિકારી વિજાપુર ડો. ચેતનભાઈ પ્રજાપતિ તથા THS મુકેશભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડાના સબ સેન્ટર ઉબખલ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)
ઉબખલ પ્રાથમિક શાળામાં NTCP અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન


મહેસાણા, 22 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા આરોગ્ય અધિકારી વિજાપુર ડો. ચેતનભાઈ પ્રજાપતિ તથા THS મુકેશભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડાના સબ સેન્ટર ઉબખલ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમ હેઠળ ઉબખલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં તમાકુના દૂષણ, તેના આરોગ્ય પર પડતા પ્રતિકૂલ પ્રભાવ અને નશામુક્ત જીવનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. વિદ્યાર્થીોએ જાતજાતનાં સર્જનાત્મક ચિત્રો દ્વારા તમાકુ વિરોધી સંદેશો આપ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ તમારા સ્વાસ્થ્ય માટે તમાકુથી દૂર રહેવાનો સંદેશ આપ્યો જ્યારે કેટલાકે તમાકુના કારણે થતા ગંભીર રોગોનું ચિત્રાત્મક વર્ણન રજૂ કર્યું.

આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં જાગૃતિ તો આવી જ, સાથે સાથે તેઓ પોતાના પરિવાર અને સમાજમાં પણ નશામુક્ત જીવનનો સંદેશ લઇ જઈ શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. NTCP અંતર્ગત આવા કાર્યક્રમો સતત યોજાતાં રહે છે જેથી સમાજ તમાકુમુક્ત અને સ્વસ્થ બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande