ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત
વડોદરા, 22 નવેમ્બર (હિ.સ.)વડોદરામાં હાઇવે ગોલ્ડન ચોકડી નજીકની સર્વિસ રોડ પર ઊભેલી ટ્રકમાં પાછળથી બીજી ટ્રક ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ દિનેશકુમાર છેલાભાઈ રાઠવા, રહે. મહુડી
ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત


વડોદરા, 22 નવેમ્બર (હિ.સ.)વડોદરામાં હાઇવે ગોલ્ડન ચોકડી નજીકની સર્વિસ રોડ પર ઊભેલી ટ્રકમાં પાછળથી બીજી ટ્રક ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતકની ઓળખ દિનેશકુમાર છેલાભાઈ રાઠવા, રહે. મહુડી ફળિયા, નવો કૂવો કાઠોલા (હાલોલ, પંચમહાલ) તરીકે થઈ છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી વિરલ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.

શનિવાર સવારે દિનેશકુમાર ટ્રક લઈને ગોલ્ડન ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે આગળ ઊભેલી ટ્રકમાં તેમની ટ્રક જોરદાર અથડાઈ હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે તેમને ગંભીર ઇજા થવા પામી હતી અને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું.

હરણી પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande