
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુરની બાલાજી હોસ્પિટલ ખાતે ENT વિભાગ દ્વારા આયોજિત ફ્રી મેગા નિદાન કેમ્પમાં આશરે 110 દર્દીઓએ કાન, નાક અને ગળા સંબંધિત રોગોનું નિદાન કરાવી લાભ લીધો. આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવો અને જરૂરિયાતમંદોને રાહતદરમાં સારવાર પહોંચાડવાનો હતો.
કેમ્પ દરમિયાન કાનની સફાઈ, ઓડિયોગ્રામ, એન્ડોસ્કોપી જેવી આધુનિક તપાસ સેવાઓ સાથે રિપોર્ટ, ઓપરેશન અને દવાઓ પણ રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સુવિધાઓથી ખાસ કરીને આર્થિક રીતે નબળા લોકો ને મોટી મદદ મળી.કુલ 110 માંથી લગભગ 20 દર્દીઓએ કાનની બહેરાશ માટે નિષ્ણાત ડોકટરોની સારવાર લીધી. હોસ્પિટલે આયોજિત આ કેમ્પ દ્વારા વિસ્તૃત આરોગ્ય સેવાઓ સુલભ થઈ અને જનજાગૃતિ વધારવાના દિશામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ