
પોરબંદર, 22 નવેમ્બર (હિ.સ.) નેશનલ મિશન ઓન નૅચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત પોરબંદર તાલુકાના બખરલા ક્લસ્ટરના વિંઝરાણા ગામમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તાલુકા પ્રોજેક્ટ મેનેજર ચિંતન ભાલોડીયા દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો — બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્ર રવિ પાક પદ્ધતિ — વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા કેવી રીતે સફળ ખેતી કરી શકાય તે અંગે પણ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમથી ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહન મળી નવા જ્ઞાન અને ટેક્નિકલ માર્ગદર્શનનો લાભ મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya