SIR અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે, 91-તાલાલા વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી
ગીર સોમનાથ, 22 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્ર્મ (SIR) અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયએ સ્પેશ્યલ ડે કેમ્પેઇન અન્વયે આજે સવારે 91-તાલાલા વિધાનસભા મત વિસ્તારના જાંબુર, મોરુકા,બોરવાવ
SIR અંતર્ગત ગીર સોમનાથ


ગીર સોમનાથ, 22 નવેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્ર્મ (SIR) અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયએ સ્પેશ્યલ ડે કેમ્પેઇન અન્વયે આજે સવારે 91-તાલાલા વિધાનસભા મત વિસ્તારના જાંબુર, મોરુકા,બોરવાવ સહિતના ગામના મતદાન મથકોની મુલાકાત લઈ બી.એલ.ઓ. ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મતદારોને SIR બાબતે સમજ આપી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં SIR હેઠળ નવા મતદારોની યાદી તૈયાર કરાવવા માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બી.એલ.ઓ. દ્વારા ફોર્મ ઘરે ઘરે આપવામાં આવ્યાં છે. જેમને ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલી તારીખે બી.એલ.ઓ. દ્વારા મદદ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ, દિલ્હીની સૂચનાનુસાર ગુજરાત રાજ્યમાં‌ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026) જાહેર કરવામાં આવ્યો છે.

જે મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હાલમાં 2002 ની યાદીમાં ન હોય અને અન્ય ગામે થી અન્ય જગ્યાએ સ્થળાંતર થયા હોય તેવા ખાસ કિસ્સામાં BLO દરેક મતદારને માર્ગદર્શન આપશે.

આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમીની ગઢીયા, મામલતદાર કે.જી.ચુડાસમા સહિતના અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande