સગીરવયના બાળકોને વાહન ચલાવવા આપનાર, કુલ-૧૨ વાલીઓ ઉપર ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 22 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ વર્તમાન સમયમાં સગીરવયના બાળકો/બાળકીઓ દ્વારા સ્કુલ/કોલેજ તથા અન્ય જાહેર જગ્યાઓમાં ટુ વ્હીલ તથા ફોર વ્હીલ વાહનો લાઇસન્સ વગરચલાવી અકસ્માત કરી પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકી મોટર વ્હીકલ એકટની જોગવાઇ
૧૨વાલીઓ ઉપર ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ 22 નવેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ વર્તમાન સમયમાં સગીરવયના બાળકો/બાળકીઓ દ્વારા સ્કુલ/કોલેજ તથા અન્ય જાહેર જગ્યાઓમાં ટુ વ્હીલ તથા ફોર વ્હીલ વાહનો લાઇસન્સ વગરચલાવી અકસ્માત કરી પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકી મોટર વ્હીકલ એકટની જોગવાઇઓનુ ભંગ કરતા હોય જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી ઉના વિભાગ ઉનાનાઓએ આ પ્રકારની પ્રવૃતિઓને અંકુશમા લેવા માટે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ.

જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ, ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.બી.ચૌહાણ નાઓની સુચનાથી, ઉના ટાઉન વિસ્તારના રોકડીયા હનુમાન મંદીર પાસે તથા ઉના વડલા ચોક રોડ ઉપર તથા લામધાર પાટીયા પાસે બાયપાસ રોડ ઉપર અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન ડબલ સવારીમા,ત્રિપલ સવારીમાં, તથા હેલ્મેટ, વગર આવતા વાહન ચાલકની પુછ-પરછ કરતા તે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર હોય તેની પાસે વાહન ચલાવવા બાબતેનુ કોઇપણ પ્રકારનુ લાયસન્સ કે આર.ટી.ઓ.ને લગત કાગળો ન હોય જેથી સગીર વયના વાલી ઉપર કાયદેસર કાર્યવાહી કરી મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ ની કલમ ૧૯૯(અ)(૧) મુજબ સગીર વયના બાળકોના વાલી ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કુલ -૧૨ ગુન્હાઓદાખલ કરવામાં આવેલ છે.

.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande