
રાજકોટ, 22 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 22 નવેમ્બરના રોજ સાંજના રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે “યોગ સ્નેહ મિલન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો ઉદેશ્ય લોકોનું માનસિક અને શારીરિક સ્વાસ્થ જળવાય અને નવી પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે તથા વધુને વધુ લોકો યોગ તરફ વળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આ યોગ સ્નેહ મિલન કાર્યક્રમમાં નાગરિકો ભાગ લે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલે અનુરોધ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ