ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલનો ખેલ-મહાકુંભ 2025માં ગૌરવભર્યો વિજય
ખો-ખો સ્પર્ધામાં સુવર્ણ અને રજત પદકોની ઝળહળતી સફળતા અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ખેલ-મહાકુંભ-2025 અંતર્ગત તાલુકા કક્ષા ખો-ખો રમતનું આયોજન 8 નવેમ્બર, 2025ના રોજ અમરેલી ખાતે ભવ્ય રીતે યોજાયું. આ સ્પર્ધામાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજ
ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલનો ખેલ-મહાકુંભ 2025માં ગૌરવભર્યો વિજય: ખો-ખો સ્પર્ધામાં સુવર્ણ અને રજત પદકોની ઝળહળતી સફળતા


ખો-ખો સ્પર્ધામાં સુવર્ણ અને રજત પદકોની ઝળહળતી સફળતા

અમરેલી, 22 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ખેલ-મહાકુંભ-2025 અંતર્ગત તાલુકા કક્ષા ખો-ખો રમતનું આયોજન 8 નવેમ્બર, 2025ના રોજ અમરેલી ખાતે ભવ્ય રીતે યોજાયું. આ સ્પર્ધામાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર દેખાવ રજૂ કર્યો હતો. છાત્ર અને છાત્રાઓની બંને ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કરતાં સ્કૂલનું નામ રોશન કર્યું હતું.

બહેનોની ટીમે આખું મેદાન પોતાના શાનદાર પ્રદર્શનથી ગૂંજી ઉઠ્યું. ટીમમાં પરમાર સુનાક્ષી, પડશાલા ક્રિના, ગોહિલ નિરૂપા, વાળા ઉર્વિશા, વાળા ક્રિષ્ના, ગોહિલ ઈશા, ખેર રક્ષા, ચુડાસમા કાવ્યા, ડાભી સેજલ, દિહોરા ઉર્વશી, સાંબડ શ્રદ્ધા અને જેઠવા હિનલનો સમાવેશ થતો હતો. દરેક ખેલાડીએ રમતમાં પોતાની પ્રતિભા અને દૃઢ સંકલ્પનો ઉત્તમ નમૂનો સર્જ્યો. ટીમની સંકલિત રમત, ઝડપભર્યા મૂવ્સ અને રક્ષણ-આક્રમણની સચોટ રણનીતિના કારણે ટીમે ફાઈનલમાં પ્રભાવશાળી જીત મેળવી અને સુવર્ણ પદક પોતાના નામે કર્યો.

છોકરાઓની ટીમે પણ સમગ્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમત દર્શાવી હતી. જાજડા દિવ્યરાજ, સરસૈયા કુંજ, મકવાણા પારસ, સરવાળીયા અજય, રાદડિયા કુંજ, મોભ ભવદીપ, ચાવડા જસ્મીન, યાદવ ભાર્ગવ, ડાભી હર્ષદ, ભૂકણ અનિરુદ્ધ, શિયાળ મહેશ અને મકવાણા દીક્ષિતની ટીમે મજબૂત પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપીને ફાઈનલ સુધીનો ગૌરવપૂર્ણ સફર પાર કર્યો. અંતિમ મુકાબલામાં સારો દેખાવ કરવા છતાં ટીમને રજત પદક સાથે સંતોષ માનવો પડ્યો. તેમ છતાં ટીમની રમત પ્રશંસનીય રહી હતી અને તેમણે દર્શાવેલી પ્રતિભા કાબીલ-એ-તારીફ રહી.

સ્કૂલના કોચના કડક માર્ગદર્શન, નિયમિત પ્રેક્ટિસ અને ખેલાડીઓની અવિરત મહેનતના પરિણામે બંને ટીમે ગૌરવમય સિદ્ધિ મેળવી છે. સ્કૂલના સમગ્ર કેમ્પસમાં પદક પ્રાપ્તિની ખુશી છવાઈ ગઈ છે.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ તમામ ખેલાડીઓ તથા કોચને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ રમતગમત તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સતત શ્રેષ્ઠતા હાંસલ કરી રહ્યા છે, જે સમગ્ર સંસ્થાના ગૌરવ માં વધારો કરે છે.

જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલના બંને ટીમોની આ સિદ્ધિ માત્ર સ્કૂલ નહીં, પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાના ગૌરવનો વિષય બની છે. ખેલાડીઓની મહેનત અને પ્રતિભાએ ભાવિ સ્પર્ધાઓ માટે આત્મવિશ્વાસ અને પ્રેરણાનો નવો સ્તર ઊભો કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande