
પાટણ, 22 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠન કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે રીબન કાપીને આ કાર્યાલયને સમર્પિત કર્યું.
આ નવા કાર્યાલયનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધપુર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો છે. સ્થાનિક સ્તરે પાર્ટીની પ્રવૃત્તિઓમાં ગતિ લાવવા અને કાર્યકરોને સુવ્યવસ્થિત મંચ ઉપલબ્ધ કરાવવા માટે આ પહેલ કરવામાં આવી છે.
આ પ્રસંગે સિદ્ધપુર APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ