ગૃહ ઉદ્યોગ જૂથની મહિલાઓને, કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ - ૨૦૧૩ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
જૂનાગઢ 22 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડ સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ગૃહ ઉદ્યોગ જૂથની મહિલાઓ સાથે કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ - ૨૦૧૩ અંગે જાગૃતિ સેમિ
ગૃહ ઉદ્યોગ જૂથની મહિલાઓને


જૂનાગઢ 22 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડ સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ગૃહ ઉદ્યોગ જૂથની મહિલાઓ સાથે કામકાજના સ્થળે થતી જાતિય સતામણી અધિનિયમ - ૨૦૧૩ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે સુરક્ષા થીમ અન્વયે કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતિય સતામણી(અટકાયત,પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ - ૨૦૧૩ કાયદાની જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ રચના, સ્થાનિક ફરિયાદ સમિતિ અને જાતીય સતામણીના કિસ્સામાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત મહિલાલક્ષી યોજનાકીય, કાયદાકીય માહિતી આપેલ,મહિલાઓને મળતી રહતો અંગે, ખોટી ફરિયાદ ન કરવા અંગે,દંડની જોગવાઈ અંગે વિગતે ચર્ચા કર્યાબાદ મહિલાઓને જાતીય સતામણી અંગે ઓનલાઈન ફરિયાદ માટે SHE-બોક્ષ પોર્ટલની માહિતી આપ્યા બાદ અંતે પ્રતિકાર શોર્ટ ફિલ્મ બતાવી હતી. DHEW, OSC, PBSC, 181 અને VMK દ્વારા પૂરી પાડવામાં આવતી સહાય અને સેવાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ શારદાબેન રાખોલીયા, વોર્ડ નંબર-૬ના કોર્પોરેટર કુસુમબેન અકબરી, DHEW, OSC, PBSC, 181 અને VMK ટીમ અને મહિલાઓ હાજર રહયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande