
જૂનાગઢ 22 નવેમ્બર (હિ.સ.)
જૂનાગઢ જિલ્લાના દરેક મતદારોને 'મેગા ક્લેક્શન કેમ્પ', નું આયોજન તા.૨૨/૧૧/૨૦૨૫ તથા ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ સવારે 9:00 કલાક થી બપોર ના 3:00 કલાક સુધી જૂનાગઢ જિલ્લાના દરેક વિધાનસભાના દરેકે મતદાન મથકે ખાસ મેગા કલેક્શન કેમ્પ યોજાશે.
જૂનાગઢ જિલ્લાના ઘણા મતદારો એ પોતાના ગણતરી ફોર્મ જમા કરાવેલ નથી તેવા મતદારોને વહેલી તકે આ ફોર્મ BLO ને જમા કરવવા, તેમજ મેગા કલેક્શન કેમ્પ નો લાભ લેવા અપીલ છે. આ કેમ્પ માં મતદારો પોતાની 2002 ની ડિટેલ પણ મેળવી શકશે જેથી તેમને ફોર્મ ભરવામાં મદદ મળે. તેમજ તે જ સ્થળે પોતાનું ફોર્મ જમા પણ કરાવી શકે. જુનાગઢ જિલ્લામાં હાલ 4,27,733 એટલે કે 33.89% ગણતરી ફોર્મ ડિજિટાઇઝ થઈ ગયા છે.
જુનાગઢ જિલ્લામાં પાંચ બીએલઓઓ એ પોતાની 90 ટકા ઉપરની કામગીરી પૂર્ણ કરી છે. 86 જુનાગઢ વિધાનસભાના ભાગ નંબર 3 ના બીએલઓ હિરેનભાઈ કાનજીભાઈ દેવરાએ SIR ની સો ટકા કામગીરી પૂર્ણ કરી ચૂકી છે. આમ મતદારોને વહેલી તકે પોતાના ફોર્મ જમા કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીની અપીલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ