જૂનાગઢ મહાનગરપાલિકાના કમીશનર દ્રારા, SIR અંતર્ગત તા.૨૨ અને ૨૩ના રોજ યોજાનાર મેગા કલેકશન કેમ્પનો લાભ લેવા મતદારોને અપીલ
જૂનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ,તા.૨૧ કમિશ્નર, જૂનાગઢ મહાનગરપાલિકા તેજસ પરમાર દ્વારા ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત તા.૨૨અને ૨૩ નવેમ્બર ( શનિ - રવિ) સવારે ૯-૦૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી યોજાનાર મેગા કલેક્શન કેમ્પ દરમિયાન મતદારોને મોટી સંખ્
જૂનાગઢ મહાનગરપાલિકાના


જૂનાગઢ, 22 નવેમ્બર (હિ.સ.)

જૂનાગઢ,તા.૨૧ કમિશ્નર, જૂનાગઢ મહાનગરપાલિકા તેજસ પરમાર દ્વારા ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત તા.૨૨અને ૨૩ નવેમ્બર ( શનિ - રવિ) સવારે ૯-૦૦ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી યોજાનાર મેગા કલેક્શન કેમ્પ દરમિયાન મતદારોને મોટી સંખ્યામાં ગણતરી ફોર્મ (EF) જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો.

ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન મતદાર, મતદાન મથક ખાતે ઉપસ્થિત બીએલઓની મદદથી ગણતરી ફોર્મ ભરી શકે છે.૨૦૦૨ની મતદાર યાદીની ખૂટતી વિગતો મેળવી શકે છે અને ફોર્મ બીએઇઓને જમા કરાવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande