મહેસાણા: રામપુરા સર્કલ પાસે 21 ચોરાયેલા મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો
મહેસાણા, 22 નવેમ્બર (હિ.સ.) મહેસાણા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રામપુરા સર્કલ પાસે ચોરીના મોબાઈલ વેચવા ઊભેલા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો. પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ આફતાબ હૈદરભાઈ કાદરભાઈ બહેલીમ (રેહ. શાહીલ-02 સોસાય
મહેસાણા: રામપુરા સર્કલ પાસે 21 ચોરાયેલા મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો


મહેસાણા: રામપુરા સર્કલ પાસે 21 ચોરાયેલા મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો


મહેસાણા, 22 નવેમ્બર (હિ.સ.) મહેસાણા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રામપુરા સર્કલ પાસે ચોરીના મોબાઈલ વેચવા ઊભેલા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો. પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ આફતાબ હૈદરભાઈ કાદરભાઈ બહેલીમ (રેહ. શાહીલ-02 સોસાયટી, શોભાસણ રોડ, મહેસાણા)ને અટકાયત કરતાં શરૂઆતમાં તેણે ગલ્લાતલ્લા કર્યા હતા, પરંતુ આગળની યુક્તિપૂર્ણ પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી છેલ્લા બે-ત્રણ મહિનાથી મહેસાણા, વિસનગર, કડી, લાખવડ, મોઢેરા, નાગલપુર અને નંદાસણ જેવા વિસ્તારોમાં રાત્રે ખુલ્લામાં સૂતા લોકોના મોબાઈલ ચોરતો હતો. લોકોની બેદરકારીનો લાભ લઈ તે શાંતિથી તેમના નજીકથી ફોન ઉપાડી ભાગી જતો હતો.પી.આઈ. ડી.જી. બડવા તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હિરેનકુમાર અને કોન્સ્ટેબલ નિલેશકુમારની ટીમે તેની પાસેથી Redmi, Vivo, Samsung, Oppo સહિતની વિવિધ કંપનીઓના કુલ 21 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. 96,000 થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande