શ્રમ,રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટમાં ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી
રાજકોટ,22 નવેમ્બર (હિ.સ.) રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામવિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટમાં રાજ્ય કામદાર વીમા યોજના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રી કુંવરજી ગુરુવારે રાજકોટના પ્રવાસ દરમિયાન અચાનક હોસ્પિટલ પહોંચ્યા હતા અને
શ્રમ,રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટમાં ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની મુલાકાત લીધી


રાજકોટ,22 નવેમ્બર (હિ.સ.) રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામવિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટમાં રાજ્ય કામદાર વીમા યોજના હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

મંત્રી કુંવરજી ગુરુવારે રાજકોટના પ્રવાસ દરમિયાન અચાનક હોસ્પિટલ પહોંચ્યા હતા અને અહીં વિવિધ વિભાગોમાં દર્દીઓને અપાતી સારવાર, હોસ્પિટલની વ્યવસ્થા, મહેકમ, ઉપલબ્ધ સુવિધાઓ સહિતની વિગતો જાણી હતી.

મંત્રીએ હોસ્પિટલમાં આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે વાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. જેમાં દર્દીઓએ અહીં સંતોષકારક રીતે સારવાર

મળતી હોવાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સારવારને વધુ સારી કેવી રીતે બનાવી શકાય અને દર્દીઓને મહત્તમ લાભ કેવી રીતે આપી શકાય તે અંગે અસરકારક રીતે કામગીરી કરવા તેમણે સ્ટાફને પ્રેરણા આપી હતી.

આ તકે મંત્રીના અંગત સચિવ શ્રી ચેતન ગણાત્રા, અધિક અંગત સચિવ શ્રી શિવરાજ ગિલવા વગેરે અધિકારીઓ સાથે જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande