જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 65 હજાર કરતા વધુ મણ જણસ ઠલવાઈ
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) હાપા માર્કેટીંગ યાર્ડમાં ગત મંગળવારે ૨૮ હજાર મણ મગળીની આવક નોંધાયા બાદ બુધ-ગુરૂ બે દિવસ મગફળીની આવક બંધ કરવામાં આવી જે શુક્રવારથી શરૂ કરવામાં આવેલ આજે મગફળીની ૨૯૭૫૦ મણ તેમજ કપાસની ૨૦૬૯૩ મણ આવક નોંધાતા હાપા યાર્ડ મગ
હાપા યાર્ડ


જામનગર, 22 નવેમ્બર (હિ.સ.) હાપા માર્કેટીંગ યાર્ડમાં ગત મંગળવારે ૨૮ હજાર

મણ મગળીની આવક નોંધાયા બાદ બુધ-ગુરૂ બે દિવસ મગફળીની આવક બંધ કરવામાં આવી

જે શુક્રવારથી શરૂ કરવામાં આવેલ આજે મગફળીની ૨૯૭૫૦ મણ તેમજ કપાસની ૨૦૬૯૩ મણ

આવક નોંધાતા હાપા યાર્ડ મગફળી અને વ્હાઇટ ગોલ્ડ(કપાસ)થી છલોછલ થઇ જવા

પામ્યુ હતુ આ બંને જણસની આવક ૫૦૪૪૩ મણ થવા પામી હતી જયારે કુલ આવક ૬૫૦૭૨ મણ

થઇ હતી.

હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી

જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૭૦૦ થી ૮૬૫, બાજરી ૩૪૫ થી ૪૬૦,

ઘઉં ૪૭૦ થી ૫૫૬, મગ ૧૪૦૦ થી ૧૬૮૫, અળદ ૧૦૦૦ થી ૧૨૪૦, ચોળી ૧૦૭૫ થી ૧૧૨૫,

ચણા ૮૮૫ થી ૧૦૮૨, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૬૪૦, મગફળી જીણી ૯૭૦ થી ૧૨૮૫, મગફળી

જાડી ૯૦૦ થી ૧૧૯૦, મગફળી ૬૬ નં. ૧૦૦૦ થી ૧૪૬૫, મગફળી ૯ નંબર ૧૦૦૦ થી ૧૭૫૦,

એરંડા ૧૦૦૦ થી ૧૨૯૩, તલી ૧૯૯૦ થી ૨૪૮૫, લસણ ૫૦૦ થી ૯૪૦, કપાસ ૧૦૦૦ થી ૧૪૮૫,

જીરૂ ૩૨૦૦ થી ૪૦૮૦, અજમો ૧૪૦૦ થી ૩૦૦૦, અજમાની ભૂસી ૫૦ થી ૨૦૦૦, ધાણા ૧૫૧૦

થી ૧૬૫૦, મરચાં ૧૦૦૦ થી ૨૭૦૦, ડુંગળી સુકી ૫૦ થી ૨૫૦, સોયાબીન ૭૦૦ થી ૮૯૦,

વટાણા ૧૫૦૦ થી ૧૮૬૫, રાજમાં ૧૧૭૦ થી ૧૪૯૦ સુધીના ભાવ બોલાયા હતા શુક્રવાર

કુલ જણસ ૬૫૦૭૨ મણ ગુણી ૩૦૮૩૨ જે ૭૭૬ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં

ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે મરચા

નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની

યાદીમાં જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande