SIRની કામગીરી દરમિયાન વધુ એક મોત: વડોદરામાં સહાયક BLOનું ફરજ દરમ્યાન નિધન, કામના અસહ્ય દબાણનો આક્ષેપ
વડોદરા , 22 નવેમ્બર (હિ.સ.) રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે કર્મચારીઓ માટે જીવલેણ સાબિત થતી દેખાઈ રહી છે. કોડીનારમાં શિક્ષક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયાની ઘટના તાજી જ હતી કે 22 નવેમ્બરે વડોદરામાં એક મહિલા
बीएलओ महिला की मौत


વડોદરા , 22 નવેમ્બર (હિ.સ.) રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે કર્મચારીઓ માટે જીવલેણ સાબિત થતી દેખાઈ રહી છે. કોડીનારમાં શિક્ષક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયાની ઘટના તાજી જ હતી કે 22 નવેમ્બરે વડોદરામાં એક મહિલા સહાયક BLOનું ફરજ દરમ્યાન અચાનક મોત નીપજ્યું હતું. ઘટનાથી સરકારી કર્મચારીઓમાં શોક અને રોષનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર, મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતી ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા ITIમાં ફરજ બજાવતા હતા। હાલની SIRની ચૂંટણીલક્ષી કામગીરીમાં તેમને સયાજીગંજ–કડક બજાર ક્ષેત્રની એક શાળામાં સહાયક BLO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શનિવારે કામગીરી દરમ્યાન અચાનક ઉષાબેનને છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા. સાથી કર્મચારીઓએ તાત્કાલિક તેમને વડોદરાની SSG હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડૉક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.

ઉષાબેનના અચાનક અવસાનથી તેમના પરિવાર પર આભ તુટી પડ્યું છે. તેમના પતિ ઇન્દ્રસિંહ સોલંકીએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે SIRની કામગીરીના કારણે કર્મચારીઓ પર અસહ્ય કામનો ભાર અને સતત દબાણ છે. તેમના અનુમાન મુજબ આ માનસિક-શારીરિક તાણને કારણે ઉષાબેનને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ SSG હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ મામલે સરકાર શું પગલાં લે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande