
જામનગર, 22 નવેમ્બર (હિ.સ.)
જામનગરમાં રતનબાઇની મસ્જીદ પાસે આવેલી સીટી
ડીસ્પેન્સરી પાસે કાયમી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે સારવાર
અર્થે આવતા દર્દીઓ, સગાવહાલાઓને નાકે આડો રૂમાલ રાખીને પ્રવેશ કરવો પડે
તેવી સ્થિતી રોજની થઇ છે.શહેરના કાલાવડ નાકા બહાર
તેમજ આસપાસના ગામોમાં રહેતા દર્દીઓને સારવાર અર્થે જી જી હોસ્પિટલ સુધી
લાંબુ થવુ ના પડે તેવા શુભ હેતુસર રાજાશાહી સમયમાં રતનબાઇ મસ્જિદ પાસે
સીટી ડીસ્પેન્સરી બનાવવામાં આવેલ હતી ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ભુકંપ બાદ આ
ડીસ્પેન્સરી જામનગર મહાનગરપાલિકાના પાપે સદંતર બંધ જ હતી.
દાતા
લાલ પરીવાર દ્વારા નવેસરથી આ સીટી ડીસ્પેન્સરીનું નિર્માણ કરીને જામનગર
મહાનગરપાલિકાને શહેરના નાગરીકોની સ્વાસ્થ્ય સુવિધા માટે અર્પણ કરવામાં આવી
હતી આ સીટી ડીસ્પેન્સરી શરૂ થઇ ત્યારથી જ આ સીટી ડીસ્પેન્સરીનો ખુણો જાણે
કચરો, ગંદકી અને ઢોરના અડીંગાથી હંમેશા છવાયેલો જ રહ્યો છે.
આ
ગંદકી, કચરો અને ઢોરના અડીંગાને કારણે સીટી ડીસ્પેન્સરીનો એક બાજુનો
દરવાજો ખોલી પણ શકાતો નથી કચરાના કારણે રખડતા ઢોર પણ કાયમી અડીંગો જમાવીને
બેઠા છે જેને લીધે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે અને રખડતા ઢોરના
કારણે દર્દીઓ અને સગા વ્હાલાઓ, રાહદારીઓને બીતા બીતા પસાર થવુ પડે છે.
મહાનગરપાલિકા
દ્વારા સીટી ડીસ્પેન્સરીના ખુણા પર કચરો નાખવાનું ડસ્ટબીન રાખવામાં આવ્યુ
છે. પરંતુ આ ડસ્ટબીન અજાગૃત નાગરીકોના કારણે ડસ્ટબીન ખાલી હોય છે અને
ડસ્ટબીનની ચારેકોર કચરો, ગંદકી અને ઢોરનું સામ્રાજય કાયમી જોવા મળે છે. આ
ગંદકી અને રખડતા ઢોરના કારણે શહેરના આ ધમધમતા રોડ પર વાહનચાલકોને પણ
પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્રે
નોંધનીય છે કે એચ. જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા
રૂ.1.25 કરોડના ખર્ચે આ ઇમારત તૈયાર કરીને જામનગર મહાનગરપાલિકાને સુપ્રત
કરવામાં આવી હતી જે તે સમયે મુખયમંત્રીના હસ્તે આ સીટી ડીસ્પેન્સરીનું
ઇ-ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ.
આ સીટી
ડીસ્પેન્સરીનો પ્રારંભ થયો ત્યારથી જ આ સીટી ડીસ્પેન્સરીનો ખુણો ગંદકીથી
ખદબદતો જ રહ્યો છે આ ગંદકીથી મચ્છરોનો પણ આ સર્કલમાં ઉપદ્રવ કાયમી ધોરણે
રહે છે આ ખુણો જાણે કચરો નાખવાનું સ્થળ હોય તેવુ લાગી રહ્યુ છે જામનગર
મહાગરપાલિકાની સફાઇ કામગીરી કેવી ઉત્કૃષ્ટ છે તે જોવુ હોય તો જામનગરની સીટી
ડીસ્પેન્સરીનો ખુણો અવશ્ય જુઓ સીટી ડીસ્પેન્સરીમાં આવતા દર્દીઓ,
સગાવ્હાલાઓ અને આસપાસના દુકાનધારકો મહાનગરપાલિકાનું સફાઇ તંત્ર આ ગંદકીથી
છોડાવે તેમ ઇચ્છી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt